કપૂર બંધુઓ અનિલ અને બોની વચ્ચે અણબનાવ - Garavi Gujarat

બોલીવૂડમાં કહેવાય છે કે, અનિલ કપૂર અને બોની કપૂરની વચ્ચે ભાઈના સંબંધ ઉપરાંત મિત્રતાનો પણ સબંધ છે બોનીની અનેક ફ

બોલીવૂડમાં કહેવાય છે કે, અનિલ કપૂર અને બોની કપૂરની વચ્ચે ભાઈના સંબંધ ઉપરાંત મિત્રતાનો પણ સબંધ છે. બોનીની અનેક ફિલ્મોમાં અનિલ કપૂરે કામ કર્યું છે. બોની કપૂરે ફિલ્મ ‘નો એન્ટ્રી’ બનાવી હતી જેમાં સલમાન ખાન, અનિલ કપૂર, ફરદીન ખાન, ઈશા દેઓલ, લારા દત્તા, બિપાશા બસુ અને સેલિના જેટલી મુખ્ય ભૂમિકામાં હતા. હવે આ ફિલ્મની સીક્વલ અંગે અનિલ પોતાના ભાઈ બોનીથી નારાજ છે.
 
જ્યારથી આ સીક્વલ ફિલ્મની કાસ્ટિંગ લીક થઈ ગઈ છે ત્યારથી અનિલ પોતાના ભાઈ બોની સાથે બરાબર રીતે વાત નથી કરી રહ્યો. સૂત્રો કહે છે કે, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અર્જુન કપૂરને ફિલ્મ માટે કાસ્ટ કરવામાં આવ્યા છે. બોની કપૂરે જણાવ્યું કે, હું અનિલને નો એન્ટ્રીની સીક્વલ વિશે જણાવું એ પહેલા તે ગુસ્સે થઈ ગયો હતો કારણે કે, આ ન્યૂઝ પહેલા જ લીક થઈ ગયા હતા. ખૂબ જ ખરાબ વાત છે કે, આ ખબર લીક થઈ ગઈ. હું જાણું છું કે, તે આ સીક્વલમાં કામ કરવા ઇચ્છતો  હતો પરંતુ તેવું કોઇ પાત્ર તેમાં નહોતું. હું તેને સમજાવવા ઇચ્છતો હતો કે, મેં આવું કેમ કર્યું.
 
વરુણ, અર્જૂન અને દિલજીતના કાસ્ટિંગ અંગે બોનીએ કહ્યું કે, વરુણ અને અર્જૂન સારા મિત્રો છે. તેમની કેમેસ્ટ્રી સ્ટોરીમાં સારી રીતે બહાર આવશે અને દિલજીત તો શાનદાર છે જ. તેમની મોટી ફેન ફોલોઈંગ છે. હું આજના સમય પ્રમાણે તેને બનાવવા ઇચ્છું છું. આ જ કારણોસર મેં આ કાસ્ટિંગ કર્યું છે. અત્યાર સુધી મારો ભાઈ મારી સાથે વાત નથી કરી રહ્યો. આશા રાખુ છું કે, ટૂંક સમયમાં બધુ બરાબર થઈ જશે. સૂત્રોના જણાવ્યા મુજબ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બરમાં જ શરૂ થશે અને તેને આવતા વર્ષે રિલીઝ કરાશે.

chandnisoni123

54 Blog posts

Comments