ન્યુઝીલેન્ડે તાકીદની અસરથી વિઝા નિયમો કડક બનાવ્યાં

ન્યુઝીલેન્ડે રવિવારે જણાવ્યું હતું કે ગયા વર્ષે લગભગ વિક્રમજનક ઇમિગ્રેશન પછી તે તેના રોજગાર વિઝા પ્રોગ્રામ

ન્યુઝીલેન્ડે રવિવારે જણાવ્યું હતું કે ગયા વર્ષે લગભગ વિક્રમજનક ઇમિગ્રેશન પછી તે તેના રોજગાર વિઝા પ્રોગ્રામમાં તાત્કાલિક અસરથી ફેરફારો કરી રહ્યું છે. વિક્રમ સંખ્યામાં ઇમિગ્રેશનને દેશની સરકારે “બિનટકાઉ” ગણાવ્યું હતું.

નવા નિયમોમાં ઓછી કુશળ નોકરીઓ માટે અંગ્રેજી ભાષાની જાણકારીને ફરજિયાત બનાવવાના તથા મોટાભાગના એમ્પ્લોયર વર્ક વિઝા માટે  કૌશલ્ય અને કાર્ય અનુભવની જરૂરિયાતના પગલાંનો સમાવેશ થાય છે. સૌથી ઓછી કુશળ નોકરીઓ માટે મહત્તમ સતત રોકાણ પણ પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરાશે.

ઇમિગ્રેશન પ્રધાન એરિકા સ્ટેનફોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકાર સેકન્ડરી ટીચર્સ  જેવા ઉચ્ચ કુશળ માઇગ્રન્ટને આકર્ષવા અને જાળવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગયા વર્ષે લગભગ રેકોર્ડ 173,000 લોકોએ ન્યુઝીલેન્ડમાં સ્થળાંતર કર્યું હતું. લગભગ 5.1 મિલિયનની વસ્તી ધરાવતા ન્યુઝીલેન્ડમાં કોરોના મહામારીના અંત પછીથી માઇગ્રન્ટ્સની સંખ્યામાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે.

પડોશી દેશ ઓસ્ટ્રેલિયા પણ અગાઉ આગામી બે વર્ષમાં માઇગ્રન્ટ્સની સંખ્યામાં 50 ટકા કાપ મૂકવાની જાહેરાત કરી હતી.


chandnisoni123

54 Blog posts

Comments